Rajkot : 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોના પ્રવેશને લઈ મહત્વનો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Jul 20, 2023 | 5:26 PM

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોના પ્રતિબંધને લઈ મહત્વનો નિર્ણય પોલીસ કમિશનર દ્વારા કરાયો છે. જેમાં લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.

Rajkot News: રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. અગાઉ બહાર પડેલા જાહેરનામામાં સવારે 8 થી રાત્રે 9 સુધી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સ્કૂલ, કોલેજની બસોને 24 કલાક મુક્તિ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો  : ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક વધી, ડેમના 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવાયા

રાજકોટના આ 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય MP સહિતના લોકોને રજૂઆત કરાઇ હતી. જોકે આ બાદ વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો