Rajkot Moj Dam Video : ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક વધી, ડેમના 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવાયા

Rajkot Moj Dam Video : ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક વધી, ડેમના 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 1:57 PM

મોજ ડેમના (Moj Dam) 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાંથી મોજ નદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મોજ ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Rajkot : રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ (Rain) બાદ ડેમ છલકાઇ ગયા છે. ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક થઇ છે. જેથી મોજ ડેમના (Moj Dam) 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાંથી મોજ નદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મોજ ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ગઢાળા ગામથી પસાર થતી મોજ નદી ગાંડીતૂર બની ગઇ છે. તેમજ ખાખી જાળીયાથી ગઢાળા તરફ જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો છે.

આ પણ વાંચો- Jamnagar : કાલાવડનો બાલંભડી ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા, જુઓ Video

ગઢાળામાં મોજ નદી પર આવેલો કોઝવે છેલ્લા એક અઠવાડિયાથી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેથી લોકો 20 કિલોમીટર ફરીને ઉપલેટાથી ગઢાળા જવા મજબૂર બન્યા છે. જો કે ભારે વરસાદ થતો હોવાથી મોજ ડેમ અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">