Kheda: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી લક્ઝરી બસમાં આગ, બસમાં સવાર 20 મુસાફરોનો આબાદ બચાવ

|

Mar 07, 2022 | 7:32 AM

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. પણ તે પહેલા બસમાં આગ પ્રસરી ગઇ હતી. અમદાવાદથી  ટ્રાવેલ્સ રાતના નવેક વાગ્યાના સુમારે મુંબઇ જવા માટે ઉપડી હતી.

ખેડા (Kheda) નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-Vadodara Express Highway) પર કોઇ કારણસર ખાનગી ટ્રાવેલ્સની બસમાં (Private luxury bus) આગ (Fire) લાગતા નાસભાગ મચી ગઇ હતી. રવિવારે રાતે અમદાવાદથી મુંબઇ જઇ રહેલી બસમાં આગ લાગી હતી. જો કે ડ્રાઇવર અને ક્લીનરે તમામ મુસાફરોને સમયસર નીચે ઉતારી દેતા મોટી ઘટના બનતા અટકી હતી. જો કે તમામ પેસેન્જરોનો સામાન આગમાં સળગી ગયો હતો.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. પણ તે પહેલા બસમાં આગ પ્રસરી ગઇ હતી. અમદાવાદથી  ટ્રાવેલ્સ રાતના નવેક વાગ્યાના સુમારે મુંબઇ જવા માટે ઉપડી હતી. જેમાં 20 જેટલા મુસાફરો હતા. લગભગ સાડા દશ વાગ્યાના સુમારે વડોદરા એક્સપ્રેસ વેથી અંદર ત્રીસ કિલોમીટર સુધી પહોંચ્યા બાદ ડ્રાઇવર સીટ પાસે બોનેટમાં સ્પાર્ક થવાની સાથે તણખલા થયા હતા. જેથી ડ્રાઇવર અને ક્લીનરે સ્થિતિને પામીને તરત જ બસને સાઇડમાં લીધી હતી. આ દમિયાન બોનેટમાં આગ લાગી હતી.

ડ્રાઇવર અને ક્લીનરે બુમાબુમ કરી સ્લીપર કોચમાં સુઇ રહેલા તમામ મુસાફરોને સતર્ક કરીને ઝડપથી બહાર આવવા માટે સુચના આપી હતી. જેના કારણે 10 જ મિનિટમાં તમામ 20 મુસાફરો બહાર આવી ગયા હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

તે દરમિયાન આગ પ્રસરી જતા ધીમે ધીમે બસ આગની ઝપટમાં આવતા સળગવા લાગતા તમામ મુસાફરોને સામાન ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે કોઇ જાનહાની ન થઇ નહોતી. બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક થઇ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો-

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર

આ પણ વાંચો-

રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

Next Video