રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા
આ વરસે જ જાન્યુઆરી 2022માં રાજકોટના શિવ શક્તિ કોલોનીમાં આવેલ ભાડાના મકાનમાં ગર્ભપરીક્ષણના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે ડોક્ટર તેમજ કમ્પાઉન્ડર સહીત 4 આરોપીની ધરપકડ કરી હતી.
રાજકોટ (RAJKOT) શહેરમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ (Fetal testing)ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમના દરોડા દરમિયાન આ કાળા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. મહિલા પોલીસે ટ્રેપ ગોઠવી ગર્ભ પરીક્ષણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા બે આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ઝડપાયેલા બંને આરોપીના નામ નયન ગિરનારા અને બીના બેન ડેડા છે. પોલીસ દ્વારા મહિલાઓ સહિતના અન્ય આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો વેપાલો ફુલ્યો ફાલ્યો
નોંધનીય છેકે રાજકોટમાં અવારનવાર ગર્ભ પરીક્ષણના કેસો સામે આવી રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બર 2020માં રાજકોટના મવડી વિસ્તારમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં 12 હજારમાં પરીક્ષણ અને 20 હજારમાં ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થા ગોઠવી આપતા હોવાનો ખુલાસો થયો હતો.
તો આ વરસે જ જાન્યુઆરી 2022માં રાજકોટના શિવ શક્તિ કોલોનીમાં આવેલ ભાડાના મકાનમાં ગર્ભપરીક્ષણના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે ડોક્ટર તેમજ કમ્પાઉન્ડર સહીત 4 આરોપીની ધરપકડ કરી હતી.સાથે જ ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલ મહિલાને સંતાનમાં 5 દીકરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો : Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક
આ પણ વાંચો : Ahmedabad: હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસનો આઇડીયા સાકાર થયો, ભીખ માગતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા સિગ્નલ સ્કૂલો શરૂ કરાઈ

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
