કચ્છના રાપરના ત્રંબો પેટ્રોલ પંપનો કર્મચારી લૂંટાયો, આરોપીને શોધવા સમગ્ર વિસ્તારમાં કરાઇ નાકાબંધી, જુઓ વીડિયો
કચ્છમાં રાપરના ત્રંબો પેટ્રોલ પંપનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. ચપ્પુની અણીએ રૂપિયા 12 લાખની લૂંટ થઈ છે. કર્મચારી પાસેથી રૂપિયા લૂંટી 2 લૂંટારૂઓ ફરાર થયા હતા. પોલીસે CCTV આધારે લૂંટારૂઓની તપાસ શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારમાં નાકાબંધીના આદેશ પણ અપાયા છે.
કચ્છના રાપરમાં પેટ્રોલ પંપનો કર્મચારી લૂંટાયો છે. ચપ્પુની અણીએ ત્રંબો પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી રૂપિયા 12 લાખ લૂંટીને બે અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા છે. લૂંટારૂઓ સાથે નજીવા ઘર્ષણ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીને સામાન્ય ઇજા પહોંચી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને શહેરના નિકાસ માર્ગો પર નાકાબંધી કરીને લૂંટારૂઓને ઝડપી લેવા પ્રયાસો તેજ કર્યા છે.
આ પણ વાંચો : કચ્છ: ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાના મંડપમાં થયું નુકશાન, પંડાલ થયો વેર-વિખેર, જુઓ વીડિયો
રાજયમાં અનેક વિસ્તારોમાં પણ આ જ પ્રકારે ચપ્પુની અણીએ લૂંટની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આવા બનાવો સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. લૂંટની આ ઘટનામાં પોલીસ આરોપીને શોધવાની કામગીરી કરી રહી છે. મહત્વનુ છે કે રાત્રિ દરમ્યાન અને ચપ્પુની અણીએ લૂંટનારા આરોપીઓને ડામવા પોલીસે ખૂબ જરૂરી બની ગયા છે.