Vadodara : તરસાલી રોડ પર વૃદ્ધ દંપતીને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર, જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2024 | 2:08 PM

વડોદરામાં લૂંટ સાથે હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે.તરસાલી રોડ પર આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં વૃદ્ધ દંપતીને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના બની છે. લુંટારુઓએ સવારે 4 વાગ્યે દંપતીના ઘરની લાઈટો બંધ કરી અને લૂંટના ઇરાદે આવ્યા હતા.

વડોદરામાં લૂંટ સાથે હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે.તરસાલી રોડ પર આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં વૃદ્ધ દંપતીને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના બની છે. લુંટારુઓએ સવારે 4 વાગ્યે દંપતિના ઘરની લાઈટો બંધ કરી અને લૂંટના ઇરાદે આવ્યા હતા. 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા કરી હતી. હત્યા બાદ લુંટારુ વૃદ્ધાએ પહેરેલા દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.

મહત્વનું છે કે ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર સહિત જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCBની ટીમોએ કામગીરી હાથ ધરી છે.આ ઘટના સ્થળે FSLની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લેવાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો