આદિવાસી વોટબેંક કબ્જે કરવા આજથી ભાજપની વનસેતુ ચેતના યાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે લીલી ઝંડી, જુઓ વીડિયો
ભાજપનો આદિવાસી મતબેંક કબજે કરવા પ્રયાસ શરુ થયો છે. આજે જાનકીવનથી વનસેતુ ચેતના યાત્રા શરૂ થશે અને આ યાત્રા 22 જાન્યુઆરીએ અંબાજીમાં સમાપ્ત થશે.આદિવાસી બહુમૂલ્ય ધરાવતા 14 જિલ્લામાં આ યાત્રા થવાની છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે મિશન લોકસભા શરુ કરી દીધુ છે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વે જ ભાજપ વનસેતુ ચેતના યાત્રા શરુ કરવા જઇ રહ્યુ છે. ભાજપ દ્વારા આદિવાસી મતદારોને રીઝવવા વનસેતુ ચેતના યાત્રાની શરુઆત કરવામાં આવશે. નવસારીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ લીલી ઝંડી આપશે.
ભાજપનો આદિવાસી મતબેંક કબજે કરવા પ્રયાસ શરુ થયો છે. આજે જાનકીવનથી વનસેતુ ચેતના યાત્રા શરૂ થશે અને આ યાત્રા 22 જાન્યુઆરીએ અંબાજીમાં સમાપ્ત થશે.આદિવાસી બહુમૂલ્ય ધરાવતા 14 જિલ્લામાં આ યાત્રા થવાની છે.ભાજપ નેતાઓ આ યાત્રામાં 5 દિવસમાં 1 હજાર કિમીનો પ્રવાસ ખેડશે. આદિવાસી મતદારો ધરાવતા 51 તાલુકામાં આ યાત્રા ફરશે. ભાજપની આ યાત્રા3 લાખથી વધુ પરિવારો સુધી પહોંચશે. ચેતના યાત્રા દ્વારા આદિવાસી મતદારોને રિઝવવા પ્રયાસ કરવામાં આવશે.
આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લામાં ફરવાની છે, ત્યારે યાત્રામાં રામ મંદિરનો રથ પણ સામેલ કરવાનું આયોજન છે. આ યાત્રા થકી 51 તાલુકામાં અંદાજિત 3 લાખ પરિવારોને આવરી લેવામાં આવશે,આ યાત્રા દરમિયાન આદિવાસી સમાજમાં વિશેષ યોગદાન આપનારનું સન્માન પણ કરવામાં આવશે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
