Sabarkantha : હિંમતનગરમાં સ્થાનિકોએ નેશનલ હાઈવે પર કર્યો ચક્કાજામ, પોલીસે 20 સ્થાનિકોની કરી અટકાયત, જુઓ Video
હિંમતનગરમાં સ્થાનિકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સહકારી જીન અને મોતીપુરામાં નેશનલ હાઈવેની હાલત ખરાબ હોવાના લઈને ચક્કાજામ કર્યો છે. સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતાર લાગી હતી.

હાઈવેની ખરાબ હાલત અને ટ્રાફિક જામની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે. રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક લોકોને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના પગલે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. પોલીસે 20 જેટલા સ્થાનિકો અને કાર્યકરોની અટકાયત કરી છે. હાઈવે પર ચકક્કાજામ કરતા અનેક લોકો રસ્તામાં અટવાયા છે. જો કે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે નશનલ હાઈવે ખુલ્લો કરાવ્યો છે.
( વીથ ઈનપુટ – અવનીષ ગોસ્વામી )