બાદલપરા ગામમાં કરાયેલા ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ, કોંગ્રેસે કહ્યુ રાજકીય ઈશારે હટાવાયુ દબાણ

|

Jul 14, 2024 | 7:23 PM

ગીરસોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોએ આ કામગીરીને અયોગ્ય ગણાવી તો કોંગ્રેસ નેતા હીરા જોટવાએ રાજકીય ઈશારે ડિમોલિશન કરાયુ હોવાનો આરોપ લગાવ્યો

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશન કરવામાં આવ્યું . જ્યાં પહેલા નોટિસ આપવામાં આવી અને બાદમાં ડિમોલીશન કરવામાં આવ્યુ. અનેક સ્થાનિકોએ નોટિસ બાદ તેમને સાંભળવાની તક ન આપી હોવાનું જણાવ્યુ. ટિસ બાદ બાદલપરા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેકટરને અરજી આપીને મિલ્કતની માપણીની માગ કરી. તો ઘણા સ્થાનિકોએ ડિમોલિશનને યોગ્ય ગણાવ્યુ.

કોંગ્રેસ નેતા હીરા જોટવાએ આ ડિમોલીશન રાજકીય ઈશારે થયુ હોવાનું જણાવ્યુ ને ધારાસભ્ય ભગવાન બારડ પર આક્ષેપ કર્યો અને કહ્યું કે બાદલપરા ગામ ભગવાન બારડનું છે અને તેમના ઈશારે સરકારી જમીનનું ડિમોલિશન કર્યુ જણાવ્યુ. આ મામલે ભગવાન બારડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જિલ્લાભરમાં આ કામગીરી ચાલે છે. મામ સરકારી જગ્યાઓ પર ડિમોલિશન થઈ રહ્યું છે અને કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે

આ મામલે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના સૂચના અભિયાન મૂજબ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં ડિમોલિશન કર્યુ હોવાનું જણાવ્યુ. સાથે આ ડિમોલિશનમાં કોઈ પણ પ્રકારનો રાજકીયહસ્તક્ષેપ કે કીન્નાખોરી ન હોવાનું જણાવ્યું

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video