Banaskantha : ભંગારના વાડામાં લાગી ભીષણ આગ, આસપાસ અફરા તફરીનો માહોલ, જુઓ Video

Banaskantha : ભંગારના વાડામાં લાગી ભીષણ આગ, આસપાસ અફરા તફરીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2025 | 11:42 AM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ભંગારના વાડામાં આગ લાગતા આસપાસના દોડધામ જોવા મળી હતી. દિયોદર-ભાભર હાઈવે પર લુદરા ગામ નજીકની ઘટના સામે આવી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ભંગારના વાડામાં આગ લાગતા આસપાસના દોડધામ જોવા મળી હતી. દિયોદર-ભાભર હાઈવે પર લુદરા ગામ નજીકની ઘટના સામે આવી હતી. ભીષણ આગને કારણે વાડામાં ભંગાર બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે.

ભંગારના વાડામાં લાગી ભીષણ આગ

મહત્ત્વનું છે કે મોડી રાત્રે ભંગારના વાડામાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પહેલા થરા, થરાદ, ભાભરની ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યો હતો. જો કે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ડીસા અને પાલનપુરના ફાયર વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો