દ્વારકાના ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઇ છે. લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુ ફરીને અન્ય રસ્તેથી આવવું પડે છે.
કેનેડી બ્રિજ બંધ હોવાથી લોકોને ભાણવડ, રાવલ, પોરબંદર તરફથી આવતા વાહનોને પણ ખંભાળિયા આવવા માટે અન્ય રોડ પરથી 5 કિલોમીટર ફરી અને રસ્તો પસાર કરવો પડે છે. એટલું જ નહીં આ વિસ્તારમાં રહેતા લોકોને ધંધામાં પણ ભારે અસર થઇ છે. તો બાળકોને અભ્યાસ કરવા જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ દોઢ વર્ષથી આ પુલ બંધ છે અને સમસ્યાનું કોઇ નિરાકરણ આવતુ નથી. ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સમસ્યાનું જલદી નિરાકરણ આવે.