અંબાજી-આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઈનનું કામ વિરોધ બાદ ફરી શરુ કરાયું, પોલીસ કાફલો સ્થળ પર ખડકાયો
અંબાજી-આબુ રોડ રેલવે લાઈનનું કામકાજ સ્થાનિક આદિવાસી સમાજના વિરોધને લઈ અટકાવી દેવામાં આવ્યુ હતુ. પરંતુ હવે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્ય ફરી શરુ કરવામાં આવ્યુ છે. પોલીસનો બંદોબદસ્ત ખડકીને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે. સ્થાનિક આગેવાનોએ જમીન સંપાદનના બદલામાં ઓછી જમીન અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રસિદ્ધ યાત્રાધામનો વિકાસ પૂરજોશથી સરકારે શરુ કર્યો છે. અંબાજીને હવે બ્રોડગેજ રેલવે લાઈવ વડે જોડવામાં આવનાર છે. આ માટે રેલવે લાઈનના કામકાજ શરુ કરવામાં આવ્યો છે. અંબાજીને આબુરોડ રેલવે ટ્રેક અને તારંગા રેલવે રુટ સાથે જોડવા માટે કાર્ય શરુ કરાયું છે. આ માટે પ્રોજેક્ટને પૂરજોશથી શરુ કરાયો છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા પોતાને જમીન ઓછી અપાઈ રહી હોવાનો વિરોધ કરીને પ્રોજેક્ટના કામને અટકાવી દીધુ હતું.
સ્થાનિકો દ્વારા પોતાને સંપાદિત જમીન કરતા વધુ જમીન આપવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોએ સંપાદન થયેલ જમીનના પ્રમાણમાં ઓછી જમીન અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે કામને ઝડપથી આગળ ધપાવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આમ હવે પોલીસ સુરક્ષા હેઠળ રેલવે પ્રોજેક્ટનું કાર્ય ચિખલા વિસ્તારમાં શરુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 27, 2023 10:04 AM
