ગીર સોમનાથના જંગલમાં સિંહ અને સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઇ,  સાંસદ પરિમલ નથવાણીએ વીડિયો શેર કર્યો

ગીર સોમનાથના જંગલમાં સિંહ અને સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઇ, સાંસદ પરિમલ નથવાણીએ વીડિયો શેર કર્યો

| Edited By: | Updated on: Jan 12, 2024 | 2:15 PM

ગીર સોમનાથના જંગલમાં સિંહોનું સામ્રાજય છે. ગુજરાતના આ સાવજોને જોવા દુર દુરથી લોકો આવતા હોય છે. જો કે આ જંગલમાં પોતાનું વર્ચસ્વ સાબીત કરવા ઘણી વાર સિંહોમાં જ અંદરો અંદરની લડાઇ જોવા મળતી હોય છે. આવો જ એક વીડિયો સાંસદ પરિમલ નથવાણીએ તેમના X અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

ગીર સોમનાથના જંગલમાં સિંહોનું સામ્રાજય છે. ગુજરાતના આ સાવજોને જોવા દુર દુરથી લોકો આવતા હોય છે. જો કે આ જંગલમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા ઘણી વાર સિંહોમાં જ અંદરો અંદરની લડાઈ જોવા મળતી હોય છે. આવો જ એક વીડિયો સાંસદ પરિમલ નથવાણીએ તેમના X અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

ગીરના જંગલમાં પુરાવા આપે તેવી વર્ચસ્વની લડાઈના દ્રશ્યો સામે આવ્યા છે . સિંહ અને બે સિંહણ ખેતરમાં બાખડ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. ડાલામથ્થની ડણક તો ઘણાંએ સાંભળી હશે, પરંતુ જ્યારે 3 સિંહ વચ્ચે લડાઈ જામે ત્યારે કેવા ભયાનક અવાજો હોય, તે આ વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે.

આ પણ વાંચો-ભાવનગર વીડિયો: LCB પોલીસે નકલી નોટ સાથે 3 વ્યક્તિને ઝડપી પાડ્યા, 31 હજારની નકલી નોટ જપ્ત

ગીરના જંગલ વિસ્તારનો આ વીડિયો છે. સાંસદ પરિમલ નથવાણીએ તેમના ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો છે. એશિયાટિક લાયનની લડાઈ કેવી આક્રમક હોય, તેનો આ દેખાતો, સંભળાતો, બોલતો પુરાવો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 12, 2024 02:13 PM