આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 18, 2024 | 9:41 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે. ચોમાસું આગળ વધારવા માટેની સિસ્ટમ વીક પડતા ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે.

ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી સાત દિવસ ગુજરાતના જુદા- જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, રાજકોટ સહિતના જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા,પંચમહાલ, મોરબી,દાહોદ, અમરેલીમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર,મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video