AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વધ્યા દીપડાના આંટાફેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ નજીક દીપડો દેખાયો હોવાનો દાવો- વીડિયો

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વધ્યા દીપડાના આંટાફેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ નજીક દીપડો દેખાયો હોવાનો દાવો- વીડિયો

Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 25, 2023 | 7:11 PM
Share

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાના આંટાફેરા દિવસે દિવસે વધી રહ્યા છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. છેલ્લા 10 દિવસથી વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા પ્રયાસ કરી રહ્યા છે. દરરોજ દીપડાના લોકેશન તો મળે છે પરંતુ દીપડાનુ કોઈ પગેરુ મળ્યુ નથી.

અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં દીપડાનો આતંક વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ હવે આ દીપડાઓ રાજકોટ સુધી આવી ગયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાના આંટાફેરાના બનાવો સામે આવી રહ્યા છે. સૌપ્રથમ શહેરની ભાગોળે આવેલા કણકોટ ગામના કૃષ્ણનગર પાસે દીપડો દેખાયો ત્યારબાદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરાની અનેક ઘટના સામે આવી. થોડા દિવસ પહેલા વાગુદડ ગામે દીપડો દેખાયો. ત્યારબાદ રાજકોટ શહેરને અડીને આવેલા કણકોટના કૃષ્ણનગર પાસે દીપડો દેખાયો હતો જેને લઈને સ્થાનિકોમાં ભારે ભયનું મોજુ ફરી વળ્યુ છે.

વનવિભાગે પાંજરુ મુકી બંદોબસ્ત ગોઠવ્યો

આ તરફ વન વિભાગની ટીમ એક્ટિવ થઈ છે અને અલગ અલગ સ્થળોએ પાંજરા મુકવામાં આવ્યા છે. છતા હજુ સુધી દીપડો ન પકડાતા લોકોમાં ફફડાટ વધ્યો છે.
થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક પણ દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાછળ દીપડો દેખાયાની આશંકાને પગલે વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જો કે ત્યારે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગે તકેદારીને ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગીર વિસ્તારમાં અનેકવાર સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના આંટાફેરાની ઘટના અવારનવાર સામે આવે છે પરંતુ રાજકોટમાં શહેરી વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધતા લોકોમાં દહેશત ફેલાઈ છે.

ગુજરાતમાં છેલ્લા 12 વર્ષમાં દીપડાની સંખ્યા 96 ટકા વધી

રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં દીપડાની સંખ્યા 96 ટકા જેટલી વધી છે. રાજ્યમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 1395 હતી. જે વર્ષ 2023માં 2274 થઈ છે. તો ગુજરાતમાં વર્ષ 2011માં 1160 અને વર્ષ 2006માં 1070 દીપડા નોંધાયા હતા. વર્ષ 2011થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી 96 ટકા વધી ગઈ છે.

આ પણ વાંચો: દ્વારકામાં આહિરસમાજના મહારાસમાં સાંસદ પૂનમ માડમ પણ પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રમ્યા રાસ- જુઓ વીડિયો

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">