ખેડા જિલ્લાના ઉધમતપુરા ગામમાં દેખાયો દીપડો, ત્રણ લોકો પર કર્યો હુમલો, સ્થાનિકોમાં ફફડાટ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 03, 2025 | 1:26 PM

ગુજરાતમાં દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે. ત્યારે ખેડાના ઉધમતપુરા ગામમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો છે. દીપડાના હુમલાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં દીપડો એક વ્યક્તિ પર એવો જીવલેણ હુમલો કરે છે કે તે દ્રશ્યો જોઇને સૌ કોઇ થથરી ઉઠ્યા છે.

ગુજરાતમાં દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે. ત્યારે ખેડાના ઉધમતપુરા ગામમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો છે. દીપડાના હુમલાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં દીપડો એક વ્યક્તિ પર એવો જીવલેણ હુમલો કરે છે કે તે દ્રશ્યો જોઇને સૌ કોઇ થથરી ઉઠ્યા છે. અચાનક દીપડાના ગામમાં પ્રવેશથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અનિશ્ચિતતા અને દોડધામના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું, જેને પગલે ગ્રામજનો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા.

ખેડામાં દીપડાએ મચાવ્યો આતંક

આ દોડધામ વચ્ચે દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો છે. દીપડાના અચાનક હુમલાથી ત્રણેય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દીપડાના હુમલાની ઘટનાએ ગામલોકોની ચિંતામાં વધારો કર્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ પણ તાત્કાલિક દોડતું થયું અને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો