રાજકોટ વીડિયો : ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત, સ્થાનિકોમાં ભયનો માહોલ

રાજકોટ વીડિયો : ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત, સ્થાનિકોમાં ભયનો માહોલ

| Edited By: | Updated on: Jan 28, 2024 | 1:06 PM

ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત જોવા મળી છે. બીજી તરફ ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં પણ ફરી દિપડો જોવા મળ્યો છે. આ તરફ તલંગણા ગામના ખેતરમાં પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત જોવા મળી છે. બીજી તરફ ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં પણ ફરી દિપડો જોવા મળ્યો છે.

આ તરફ તલંગણા ગામના ખેતરમાં પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દીપડો દેખાતા ખેડૂતો સહિત ગ્રામજનો પણ ભયભીત થયા છે. જો કે વન વિભાગને જાણ કરવામાં આવી છે. જેના પગલે દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવામાં આવશે. આ અગાઉ રાજકોટના જસદણના બેડલા ગામમાં દીપડાનો દેહશત જોવા મળી હતી. જસદણના બેડલા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતુ.દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો