LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં જમતા વિદ્યાર્થીઓ ચેતી જજો. અહીં વિદ્યાર્થીઓ જમે છે, એ કેન્ટીનના કઠોળમાં જીવાત હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જ્યાં જમે છે અને નાસ્તો કરે છે એ કેન્ટીનમાં તપાસ કરતા કઠોળમાં જીવાત હોવાનુ સામે આવતા જ કેન્ટીન સંચાલકને દંડ ફટકાર્યો છે. તો વળી કેન્ટીંગમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી હતી.
સ્થાનિક અધિકારીઓએ ચેકિગ કરતા ચોખા, ચણા અને મગ સહિતના કઠળો અને અનાજમાં જીવાત જોવા મળી હતી. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને વધુ તપાસ માટે થઈને નમૂના મોકલવામાં આવ્યા હતા. મનપાના આરોગ્ય અધિકારીઓએ કયુ ભોજન કેન્ટીનમાં પિરસવાામાં આવે છે અને કયા પ્રકારના કરિયાણાના સામાનનો ઉપયોગ કરવામાં આવે છે, તેની તપાસ કરવામાં આવી છે. કેન્ટીનના સંચાલકને 10 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Published On - 3:40 pm, Sat, 23 September 23