Gujarati Video : સુરતમાં જ્વેલર્સને ટાર્ગેટ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગને LCB પોલીસે ઝડપી, હથિયારો બતાવીને ચલાવતા હતા લૂંટ

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 9:41 AM

Surat News : પોલીસે ગેંગના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગનો સંપર્ક કરીને રૂપિયાની લાલચ આપી બોલાવતો હતો. ત્યારબાદ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને લૂંટ ચલાવતા હતા.

સુરતમાં જ્વેલર્સને ટાર્ગેટ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગને LCB પોલીસે ઝડપી પાડી છે. જ્વેલર્સની દુકાનમાં જઈને હથિયારો બતાવીને લૂંટ ચલાવવાનું જ તેમનું કામ હતું. પરંતુ પોલીસે ગેંગના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગનો સંપર્ક કરીને રૂપિયાની લાલચ આપી બોલાવતો હતો. ત્યારબાદ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને લૂંટ ચલાવતા હતા.

આ ટોળકીએ થોડા દિવસ પહેલા અલથાણ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી પ્રાણઘાતક હથિયારો, લૂંટ કરવાનો અન્ય સામાન, ગુજરાત પોલીસનો યુનિફોર્મ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરૂદ્ધ ઉત્તરપ્રદેશમાં લૂંટ અને ધાડના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ અને મુંબઈના 7 આરોપી વૉન્ટેડ છે.

વેપારીઓને છેતરતી ગેંગના બે આરોપી ઝડપાઇ

ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના કાપડ ઉદ્યોગોના વેપારીઓને છેતરતીગેંગનો પર્દાફાશ થયો છે. સુરત ઇકો સેલે બે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા તથા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી એકબીજાની મદદથી વિશ્વાસ કેળવી મોટી રકમનું કાપડ લઈ પેમેન્ટ ન ચૂકવી વેપારીઓને છેતરતા હતા.

સુરતના વેપારીઓને પોતાના જ નંબરનો રેફરન્સ આપીને બહુજ સારા વેપારી હોવાનો અભિપ્રાય કેળવતા હતા અને સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ ખાતે મંગાવી પાર્સલોને અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati