Rain : અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક રોડ અને સોસાયટી જળમગ્ન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં પણ ભારે વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં પણ ભારે વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ છે. વિદ્યાનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એકાએક પાણી આવતા અનાજ અને ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3.39 ઈંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.26 ઈંચ વરસાદ પડ્યો , આજે પણ દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેની આગાહી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
