Gandhinagar : રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો, શેરીઓમાં ઘીની નદીઓ વહી, જુઓ Video

|

Oct 12, 2024 | 11:23 AM

દર વર્ષે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે અને પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા હોય છે. આ વર્ષે પણ રૂપાલ ગામે નીકળેલી પલ્લીમાં લાખો લીટર ઘીનો અભિષેક થયો છે.

દર વર્ષે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે અને પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા હોય છે. આ વર્ષે પણ રૂપાલ ગામે નીકળેલી પલ્લીમાં લાખો લીટર ઘીનો અભિષેક થયો છે. શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે.

આ વર્ષે રૂપાલ ગામમાં નીકળેલી પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો છે. મળતી માહિતી પ્રમાણે પલ્લી ઉત્સવમાં 4 લાખ લિટરથી વધુ ઘી અર્પણ કરાયું છે. માનતાના ભાગ રૂપે પણ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો. શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 12 લાખથી વધુ ભાવિકોએ રૂપાલની પલ્લીના દર્શન કર્યા. મંદિર ઉપરાંત ગામમાં 24 સ્થળોએ માતાની પલ્લી રોકાઈ હતી.

ઉલ્લેખનીય છે કે રૂપાલ ગામે પલ્લીની આ પ્રથા મહાભારત કાળથી ચાલતી આવે છે. દંતકથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસમાં જતા પહેલાં તેમના શસ્ત્રો છૂપાવ્યા હતા  અને તે માટે તેમણે દેવીનું આહ્વાન કર્યું હતું. વરદાયિની માતાએ પ્રગટ થઈ પાંડવોને વરદાન આપ્યું હતું કે તેમનો અજ્ઞાતવાસ નિર્વિઘ્ને પાર પડશે. તો સામે પાંડવોએ પણ સંકલ્પ કર્યો હતો કે શારદીય નવરાત્રીની નવમી રાત્રે તેઓ વરદાયિની માતાના રથને બહાર કાઢીને ઘીનો અભિષેક કરાવશે. માન્યતા અનુસાર તે સમયથી આ પરંપરા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ માનતાના ભાગ રૂપે પણ વરદાયિની માતાને ઘી અર્પણ કરે છે. ખાસ તો બાળકોને પણ પલ્લીના આશીર્વાદ લેવડાવે છે.

Next Video