Gujarati VIDEO : હવે કુદરત રહેમ કર ! બનાસકાંઠાના લાખણી તાલુકામાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે કમોસમી વરસાદ
લાખણી તાલુકામાં ભારે પવન સાથે સતત ત્રીજા દિવસે મોરલ, કુંડા, વાસણ અને ડેરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.
Banaskantha : બનાસકાંઠાના લાખણી તાલુકામાં ભારે પવન સાથે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. મોરલ, કુંડા, વાસણ અને ડેરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયુ છે. ત્યારે હાલ ફાગણમાં અષાઢી માહોલ જામતા જગતના તાત પર ચિંતાના વાદળ ઘેરાયા છે.
જગતના તાત પર ચિંતાના વાદળ ઘેરાયા
ગુજરાતમાં હાલ ફાગણમાં અષાઢી માહોલ જામ્યો છે,ત્યારે હજુ પણ વરસાદ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત્ રહે તેવી શક્યતા છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનથી માવઠાનો માર રહેશે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઘઉઁ, કેરી, ચણા, ચીકુ, જીરૂ સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. ફરી એક વાર જગતના તાતને કુદરતની થપાટ વાગી છે. ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચાડ્યુ છે અને ખરેખર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.