Kutch : કચ્છમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત, ભુજ તાલુકામાં 144 કલમ લાગુ, જુઓ, Video
કચ્છના ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સાથે જ ભુજ તાલુકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કચ્છમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. કચ્છમા દબાણ દૂર કરવાની કામગીરી રવિવારથી હાથ ધરવામાં આવી હતી. જેમા બે દિવસમાં કુલ 46 દબાણને દૂર કરવામાં આવ્યા છે. જેમા રતડીયા, ખાવડા, લુડીયા નજીક આવેલા વિસ્તારોમાંથી દબાણને દૂર કરવામાં આવ્યું છે. જે નેશનલ હાઈવેના કામમાં અડચણરૂપ હતા તેવા ધાર્મિક અને કોમર્શિયલ તમામ પ્રકારના દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે. કચ્છના ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ તાલુકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Kutch : હમીરસર તળાવના બ્યુટીફીકેશન પાછળ લાખોનો ખર્ચ, છતાં કામ ન થતા સ્થાનિકોમાં રોષ
આ અગાઉ પણ ગુજરાતમાં ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશન ચાલાવવામાં આવ્ચું હતું. ત્યારે દેવભૂમિ દ્વારકા (Dev bhoomi dwarka) ના મેગા ડિમોલિશનની કામગીરી બાદ કચ્છ (Kutch) જિલ્લામાં પણ દરિયાકાંઠેથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના અબડાસામાં (Abdasa) આવેલા મોહાડીના દરિયાકાંઠેથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મોહાડીના દરિયાકાંઠેથી 5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવામાં આવ્યાં હતા.
