Kutch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈ તૈયારીઓનો ધમધમાટ, જુઓ વીડિયો

|

Aug 22, 2022 | 8:02 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. પીએમની જનસભાને લઇને યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયના મંત્રી જગદીશ પંચાલે સ્થળની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ફરી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ 28 તારીખે કચ્છના (Kutch) ભુજમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનના પ્રથમ તબક્કાના કાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ભુજમાં એરપોર્ટથી રોડ-શો યોજશે. જે બાદ ભુજીયા ડુંગરમાં બની રહેલા સ્મૃતિવનની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે તૈયારીઓની સમીક્ષા

આ દરમ્યાન તેઓ મ્યુઝિયમ ઉપરાંત ભૂકંપ પીડિતોની યાદમાં તૈયાર થયેલા 350 કરોડના સ્મૃતિવન પ્રોજેક્ટની માહિતી મેળવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. પીએમની જનસભાને લઇને યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયના મંત્રી જગદીશ પંચાલે સ્થળની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

તો કચ્છના પ્રભારી મંત્રી સહિત ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આગામી દિવસોમાં તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળેથી વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મુકશે. જેમાં બાળભૂમિ સ્મારક, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ ખાનગી ઉદ્યોગ ગૃહના નવા યુનિટનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે આ પહેલા ગુજરાતના (Gujarat) મતદારોને રીઝવવા દરેક પક્ષ અત્યારથી જ પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મહિનાના અંતિમ દિવસો ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી લઇને કચ્છ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે.

Next Video