Kutch : ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કહ્યું તેના લીધે ચીફ ઓફિસર ટકતા નથી

| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:33 PM

ભુજ નગર પાલિકા વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ભ્રષ્ટાચાર યુક્ત નીતિને પગલે કોઈ ચીફ ઓફિસર અહીં લાંબા સમય સુધી રહી કામ કરી શક્તા નથી.

ગુજરાતમાં(Gujarat)કોઈપણ સરકારી કચેરીમાં વહીવટી અધિકારીની બદલી ત્રણ વર્ષે થતી હોય છે. પરંતુ ભુજ(Bhuj) નગરપાલિકાની વાત કરીએ તો અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્ષ 2013થી અત્યાર સુધી પાલિકામાં 31 ચીફ ઓફિસર(Chief Officer)બદલાયા છે. તો બીજી તરફ માત્ર બે ટર્મની વાત કરીએ તો ભુજની જનતાએ 20 ચીફ ઓફિસરોને બદલતા જોયા છે..આ અંગે વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ભ્રષ્ટાચાર યુક્ત નીતિને પગલે કોઈ ચીફ ઓફિસર અહીં લાંબા સમય સુધી રહી કામ કરી શક્તા નથી.

તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો આ ઉઠતા સવાલોના જવાબ આપવાને બદલે. ભષ્ટ્રાચારના વિપક્ષના આક્ષેપ નકારી વિપક્ષને પાયા વિહોણા ગણાવી રહ્યુ છે અને લાંબા સમય સુધી ફરજ બજાવનાર ચીફ ઓફિસરોના નામ ગણાવી રહ્યા છે. ચીફ ઓફિસરો પોતાના અંગત કારણોસર બદલી કરાવતા હોવાનું રટણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અંબાજીમાં આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તોને પ્રવેશ ન અપાયો

આ પણ વાંચો :  VADODARA : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

Published on: Jan 17, 2022 07:02 PM