Kutch: કચ્છના સુખપરમાં પશુઓ માટે નથી કોઈ ઈમરજન્સી સેવા, સરકારની કરુણા એનિમલ ઈમરજન્સી માત્ર કાગળ પર

Kutch: કચ્છના સુખપરમાં પશુઓ માટે નથી કોઈ ઈમરજન્સી સેવા, સરકારની કરુણા એનિમલ ઈમરજન્સી માત્ર કાગળ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 10:57 PM

Kutch: કચ્છના સુખપર ગાામમાં પશુઓ માટે કોઈ ઈમરજન્સી સેવાની સુવિધા નથી. સરકારની 1962 કરુણા એનિમલ ઈમરજન્સીનો લાભ પણ પશુપાલકોને મળતો નથી. ત્યારે પશુઓ બીમાર પડે તો પશુપાલકો તેમને ખાનગી દવાખાનાએ જ લઈ જવા મજબુર બન્યા છે.

 Kutch ભૂજ ના સુખપર ગામે બે હજારથી પણ વધુ પશુધનની વસ્તી છે. પરંતુ અહીં જો પશુઓ બિમાર પડે તો ઇમરજન્સી સારવાર માટેની કોઇ જ સુવિધા નથી. સરકારની 1962 કરૂણા એનીમલ ઇમરજન્સી સેવાના લાભથી અહીંના પશુપાલકો વંચિત છે. પશુપાલકોને પોતાના પશુ બિમાર પડે ત્યારે ખાનગીમાં સારવાર આપવાની ફરજ પડી રહી છે. ત્યારે પશુપાલકો દ્વારા ઇમરજન્સી સેવા ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરાઇ છે અને સરકાર માત્ર હૈયાધારણ જ આપી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarati video : ભૂજની ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ, ત્રણ લોકોને ગંભીર રીતે અસર, જુઓ CCTV

સુખપર ગામના પશુપાલકો અને ગૌ શાળાની ફરીયાદ બાબતે જિલ્લા પશુપાલન વિભાગ પણ સુવિધા ન હોવાનું સ્વીકારે છે. અધિકારી દ્વારા ઇમરજન્સી સેવામાં સુખપર ગામને જોડવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું છે. હાલ માનકુવા ખાતે 8 ગામો વચ્ચે દવાખાનુ છે. તેમાં સુખપર ગામનો સમાવેશ કરાશે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">