Gir somnath: વેરાવળમાં શાક માર્કેટમાં બે આખલા વચ્ચે જામ્યુ યુદ્ધ, અનેક લારી ગલ્લાને પહોંચ્યુ નુકસાન, જૂઓ Video
વેરાવળ શહેરમાં મોટી શાક માર્કેટમાં (Vegetable Market) બે આખલાઓએ આતંક (Bull Fight) મચાવ્યો હતો.આખલાઓએ જાહેરમાં જ બાખડવાનું શરુ કર્યુ હતુ. બે આખલાઓએ યુદ્ધ દરમિયાન અનેક શાકભાજીના ગલ્લાઓને વેર વિખેર કરી નાખ્યા હતા.
Gir somnath: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રખડતા ઢોરનો (Stray cattle) આતંક સામે આવ્યો છે. વેરાવળ શહેરમાં મોટી શાક માર્કેટમાં (Vegetable Market) બે આખલાઓએ આતંક (Bull Fight) મચાવ્યો હતો.આખલાઓએ જાહેરમાં જ બાખડવાનું શરુ કર્યુ હતુ. બે આખલાઓએ યુદ્ધ દરમિયાન અનેક શાકભાજીના ગલ્લાઓને વેર વિખેર કરી નાખ્યા હતા.આખલાઓના યુદ્ધના કારણે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. તો બીજી તરફ આખલાઓના કારણે રાહદારીઓના પણ જીવ તાળવે ચોટ્યા હતા. કલાકો બાદ બંને આખલા શાંત થયા હતા. જે પછી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos