કચ્છ: ગાંધીધામને અપાયો મહાનગરપાલિકાનો દરજ્જો, બે દાયકાની માગણી પુરી થતા નાગરિકોમાં હર્ષની લાગણી- વીડિયો

કચ્છ: ગાંધીધામને અપાયો મહાનગરપાલિકાનો દરજ્જો, બે દાયકાની માગણી પુરી થતા નાગરિકોમાં હર્ષની લાગણી- વીડિયો

| Edited By: | Updated on: Feb 03, 2024 | 12:01 AM

કચ્છ: ગાંધીધામને આ બજેટમાં મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. છેલ્લા બે દાયકાથી ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માગ થતી રહેતી હતી. ત્યારે આ માગ સંતોષાતા ગાંધીધામવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. હવે શહેરના વિકાસનો માર્ગ વધુ મોકળો થશે.

રાજ્યના બજેટમાં સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કચ્છનું ગાંધીધામ પણ સામેલ છે. ગાંધીધામની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મહાનગરપાલિકા બનવાથી હવે સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળશે અને શહેરના વિકાસનો માર્ગ મોકળો થશે. બે દાયકાની મહાનગરપાલિકાની માગણી પૂરી થતા અનેક વિકાસકામો થશે. મહત્વનું છે, પાલિકાને વધુ ગ્રાન્ટ મળતા કંડલા-મુન્દ્રા પોર્ટની ગતિવિધિની હાલત સુધરશે. ગાંધીધામને રોડ-રસ્તા સહિતની માળખાગત સુવિધાઓ મળશે. શહેરમાં અદ્યતન સુવિધા ઉભી કરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી સર્જાયા ટ્રાફિકજામના દૃશ્યો, બોપલથી ગાંધીનગર સુધીના 20 કિમીના રસ્તા પર ખડકાયા વાહનોના થપ્પેથપ્પા

ગાંધીધામ મહાનગરપાલિકાની જાહેરાતને ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ આવકાર આપ્યો છે. સાથે, જ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું કે મહાનગરપાલિકાની જાહેરાત સૈદ્ધાંતિક છે તે આવકાર્ય છે. જોકે તેની અમલવારીમાં પણ વર્ષો ન નીકળી જાય તેવો કટાક્ષ પણ કર્યો.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો