Kutch : અંજારમાં ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત, પિયત વિસ્તારમાં પણ પાક સુકાતા સરકાર પાસે રાહતની માંગ

જેમાં અંજાર વિસ્તારમાં પણ મોટુ નુકસાન જાય તેવી ખેડૂતોને ચિંતા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતુ. પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 11:13 PM

ગુજરાત(Gujarat )પર જળસંકટ તોળાઇ રહ્યુ છે. હજુ પણ ખેડૂતો વરસાદની મીટ માંડી બેઠા છે ત્યારે કચ્છમાં(Kutch) પણ સ્થિતી વિકટ બનીછે. કચ્છના અંજાર વિસ્તારમાં પણ ખેડૂતો(Farmers) વરસાદ લંબાતા ચિંતિત છે. જેમાં અંજાર વિસ્તારમાં પણ મોટુ નુકસાન જાય તેવી ખેડૂતોને ચિંતા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતુ. પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે.ત્યારે ખેડૂતોને હવે સરકાર કોઈ રાહત આપે તેવી ખેડૂતોને આશા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે.

જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં બનાસકાંઠાના કાંકરેજમાં 7 ટકા, થરાદમાં 10 ટકા, અમીરગઢમાં 24 ટકા જ વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુરમાં 14 ટકા, સતલાસણા 20 ટકા જ વરસાદ હજુ સુધી પડ્યો છે. ગાંધીનગર, દહેગામની સાથે જ સાબરકાંઠાના ભિલોડામાં 15 અને ઈડરમાં 25 ટકા વરસાદ પડ્યો છે.

જ્યારે મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હજી કોરાધાકોર જ છે. અમદાવાદના ધોલેરા અને માંડલમાં સિઝનનો 20 થી 21 ટકા વરસાદ પડ્યો છે. તો ખેડાના ગળતેશ્વર અને ઠાસરામાં 12 ટકા જ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પંચમહાલના કાલોલ, બાલાસિનોર અને દાહોદના ઝાલોદમાં પણ સરેરાશ 22થી 25 ટકા જ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે. તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

જેના પગલે જગતનો તાત એવો ખેડૂત હાલ તો કફોડી સ્થિતિમાં મુકાયો છે.

આ પણ વાંચો : Monsoon 2021: દેશનાં વિવિધ ભાગોમાં ફરી શરૂ થશે વરસાદ, જાણો તમારા રાજ્યની શું સ્થિતિ રહેશે

આ  પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો, વરસાદ કે લવજેહાદના કાયદાને લગતા તમામ મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">