કચ્છમાં ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ- Video

| Edited By: | Updated on: May 20, 2026 | 5:32 PM

હાલ રાજ્યભરમાં ડીઝલની અછતના એક બાદ એક દૃશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં પણ ખેડૂતોને પૂરતુ ડીઝલ ન મળતા ખેડૂતોએ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે બેસણુ યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

સ્ટ્રેટ હોર્મુઝ બંધ થવાને કારણે દેશભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. હાલ રાજ્યમાં પેટ્રોલનો તો પૂરતો જથ્થો છે પરંતુ કેટલાક લોકો સંગ્રહખોરી કરતા હોવાને કારણે ડીઝલની અછત વર્તાઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં ખેડૂતોને પૂરતુ ડીઝલ ન મળતા ખેડૂતોએ નારાજગી દર્શાવી. ડીઝલ માટે ખેડૂતોએ બેસણુ યોજીને નારાજગી દર્શાવી. ખેડૂતે પેટ્રોલ પંપ પર રોકકળ કરીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતના અનોખા વિરોધ પ્રદર્શનનો વીડિયો પણ વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં ખેડૂતનું કહેવું છે કે અમે ડીઝલ માટે ગામના તમામ પેટ્રોલ પંપ પર જઈને આવ્યા છીએ. પરંતું ક્યાંય ડીઝલ ન મળતાં અમારે હાલાકી ભોગવવી પડે છે. ડીઝલની અછતથી અમારે બેસણું યોજીને રોકકળ કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.

હાલ ખેડૂતોને ચોમાસુ પાક માટે ખેતર ખેડીને તૈયાર કરવાના હોવાથી ડીઝલની જરૂરિયાત વધુ રહે છે. એવા સમયે જ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો વિરોધ કરવા મજબુર બન્યા છે.

 

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય

Follow Us