વાવાઝોડાને કારણે થયેલા નુકસાન અંગે કચ્છના પ્રતિનિધિમંડળે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ચર્ચા, જુઓ video
બિપરજોય વાવાઝોડાના કારણે થયેલી નુકશાનીની તાત્કાલિક સહાય ચૂકવવા કચ્છ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યું છે.
Kutch: બિપરજોય વાવાઝોડાએ (Cyclone Biparjoy) કચ્છમાં ભારે તબાહી સર્જી હતી. જેના કારણે કચ્છમાં (Kutch) મોટાપાયે નુકશાની થઈ હતી. જેમાં સૌથી વધુ નુકસાન ખેતી અને પશુપાલનને થયું હતું. ત્યારે આ બધાની વચ્ચે હવે નુકશાનીનું વળતર ચુકવવાની રજૂઆત કરવા કચ્છનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર પહોંચ્યું હતું. કચ્છના ભાજપના ધારાસભ્યો, સાંસદ અને સંગઠનના પ્રમુખ સહિતના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા.
બિપરજોય વાવાઝોડાના કારણે બાગાયતી પાકને વધુ નુકશાન થયું હતું તેમજ મોટી સંખ્યામાં પશુઓના મોત પણ થયા હતા. વાવાઝોડાના કારણે થયેલી નુકશાનીની તાત્કાલિક સહાય ચૂકવવા કચ્છ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. આ ઉપરાંત નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો બચેલા પાકને ફાયદો થાય તેવી પણ રજૂઆત કરી છે. તેમજ કચ્છની શાળાઓમાં શિક્ષકોની ખાલી જ્ગ્યા તુરંત ભરવા પણ રજૂઆત કરવામાં આવી છે.