Gujarati Video: કચ્છમાં તબીબી કારણોસર સગા માતા-પિતાએ ત્યજી દીધેલું બાળક અમેરિકા જશે

Gujarati Video: કચ્છમાં તબીબી કારણોસર સગા માતા-પિતાએ ત્યજી દીધેલું બાળક અમેરિકા જશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 10:23 PM

કાનુની પ્રક્રિયા પછી આજે બાળકને મુળ ભારતીય અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા એક દંપતિએ દત્તક લીધો છે. દત્તક લેનાર દંપતી પૈકી પિતા નવીન વેચ્ખા નાસામાં એન્જીન્યર છે . જ્યારે માતા સિંધુ લોખાર અમેરીકામાં તબીબ છે. હ્દય કાંપતા દ્રશ્ર્યો વચ્ચે બાળકને માતા-પિતાને સોપાયો હતો. ત્યારે બાળકનો ઉછેર કરનાર મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલકોએ ભીંની આંખે બાળકને વિદાય આપી હતી.

કચ્છમાં તબીબી કારણોસર જે બાળકને સગા મા-બાપે ત્યજી દીધો હતો તે બાળક હવે અમેરિકા જશે. આજે તમામ કાનુની પ્રક્રિયા પછી બાળકને મુળ ભારતીય અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા દંપતિને સોંપાયો હતો.બે વર્ષીય બાળકને તબીબી કારણોસર ત્યજી દેવાયો હતો તે બાળકનો ઉછેર હવે વિદેશમાં થશે.વાત એવી બની કે ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આજથી બે વર્ષ પહેલા એક દંપતિએ તબીબી કારણોસર તેના બાળકને ત્યજી દીધું હતું. બાળકને નાનપણથી હ્દય અને અન્ય બીમારી હતી. મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવ્યા બાદ પ્રેરકને અહી જ ઉછેરવામાં આવ્યો હતો.

મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલકોએ ભીંની આંખે બાળકને વિદાય આપી હતી

જો કે કાનુની પ્રક્રિયા પછી આજે બાળકને મુળ ભારતીય અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા એક દંપતિએ દત્તક લીધો છે. દત્તક લેનાર દંપતી પૈકી પિતા નવીન વેચ્ખા નાસામાં એન્જીન્યર છે . જ્યારે માતા સિંધુ લોખાર અમેરીકામાં તબીબ છે. હ્દય કાંપતા દ્રશ્ર્યો વચ્ચે બાળકને માતા-પિતાને સોપાયો હતો. ત્યારે બાળકનો ઉછેર કરનાર મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલકોએ ભીંની આંખે બાળકને વિદાય આપી હતી.

સારા ઉછેરની પણ આશા દર્શાવી અને સંસ્થા તથા સરકારનો આભાર માન્યો હતો

અગાઉ બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ ન હતી. પરંતુ હવે સંસ્થાઓની જરૂરી પ્રક્રિયા પછી કલેકટરને આ અંગે સત્તા અપાઇ છે. ત્યારે કલેકટર સહિત સામાજીક આગેવાનોની હાજરીમાં બાળકને માતા-પિતાને સુપ્રત કરાયો હતો..માતા-પિતાએ બાળક મળ્યાની ખુશી વ્યક્ત કરતાં તેના સારા ઉછેરની પણ આશા દર્શાવી અને સંસ્થા તથા સરકારનો આભાર માન્યો હતો.

અનાથ બાળકને એક નવુ અને સારૂ ભવિષ્ય મળ્યુ

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવા કેટલાય કિસ્સાઓ છે જેમાં ત્યજી દેવાયેલા કે અનાથ બાળકને એક નવુ અને સારૂ ભવિષ્ય મળ્યુ હોય.અત્યાર સુધી કુલ 8 બાળકો સંસ્થામાંથી વિદેશમાં દત્તક દેવાયા છે ત્યારે આજે સંસ્થામા બાળકની સંભાળ રાખનાર સાથે તમામ લોકોએ ભારે હ્દય અને સારા ભવિષ્યની ખુશી સાથે પ્રેરકને વિદાય આપી હતી.

(Witn Input, Jay Dave, Kutch) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">