Kutch: બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવા મુદ્દે ભૂજમાં કોંગ્રેસનો વિરોધ, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત

|

Feb 11, 2022 | 2:48 PM

ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ઈન્ચાર્જ ચેરમેન એ.કે. રાકેશ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વહીવટી કારણોસર બીન સચીવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા ફરી એક વાર મોકૂફ (Postponed) રાખવામાં આવી છે. જેને લઇને કચ્છ (Kutch) જિલ્લામાં કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. જો કે ભૂજમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. 13 ફેબ્રુઆરીએ યોજાનારી બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકુફ રહી છે. સતત ત્રીજી વખત આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ થઈ ચૂકી છે અને આ ત્રીજી વખત મોકૂફ રહેતાં ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. વારંવાર પરીક્ષાઓ મોકુફ રહેતા અરજદારોનું ભવિષ્ય અધ્ધરતાલ મુકાતુ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ભુજ જ્યુબેલી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસ કાર્યકરોએ બેનરો સાથે દેખાવો કર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ એકઠા થઇને વિરોધ કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સતત ત્રીજી વખત આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ઈન્ચાર્જ ચેરમેન એ.કે. રાકેશ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે વહીવટી કારણોસર બીન સચીવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળની પરીક્ષામાં ગુપ્તતા જરૂરી છે. પરીક્ષા બાબતોની એસઓપીની સમિક્ષા થઈ છે. આવનાર પરીક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ બાબતે પણ ચર્ચા થઈ છે. મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા તૃટી વગર લેવાય અને ઉમેદવારોને અન્યાય ન થાય તે સહીતના વિવિધ કારણોને જોતા પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવે બે માસમાં બીન સચીવાલયની પરીક્ષા લેવામા આવશે.

 

આ પણ વાંચો-

Ahmedabad : ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ

આ પણ વાંચો-

Kutch: ભારતીય જળસીમામાં ઘુસેલી 11 પાકિસ્તાની બોટ હરામીનાળા પાસેથી ઝડપી લેવાઇ, બોટમાં સવાર માછીમારો ફરાર

Next Video