Ahmedabad : ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ

Ahmedabad : ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 12:41 PM

ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં આગ લાગી છે.

ગુજરાતમાં (Gujarat) આજે આગની ઘટનાનો સિલસિલો યથાવત છે. જેમાં એક ઘટના અંકલેશ્વરમાં મેડિકલ ફેકટરીમાં આગની ઘટના સામે આવી છે.  તો ધંધુકાના મંડપ સર્વિસના ગોડાઉનમાં  ભીષણ આગ લાગી છે. તો આ સાથે જ અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ આગની ઘટના(fire at Gota parking under ) સામે આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં પાર્કિંગમાં  આગની ઘટના સામે આવી છે.

ગોતા બ્રિજ નીચે આવેલા  પાર્કિંગમાં  આગની ઘટના સામે આવી છે. જેમાં 35 વાહનો બળીને ખાક  થઇ ગયા છે. નોકરિયાત વર્ગ અને અન્ય લોકો AMCના પાર્કિંગમાં વ્હિકલ પાર્ક કરતા હોય છે. આગનું કારણ જાણી શકાયું  નથી. આગને કાબુમાં લેવા  માટે 3 ફાયર  ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે.  તો બીજી તરફ પાર્કિગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.  તો બીજી તરફ જ પાર્કિંગમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, અંકલેશ્વર GIDCની શ્રી મહાકાલી ફાર્માફેમ કંપનીમાં ધડાકાભેર  આગ લાગી હતી. DPMCના ફાયર ફાયટરોએ પાણી અને ફોમ નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ પણ વાંચો : Karnataka: નિર્ણય ન આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજમાં હિજાબ સાથે ‘નો એન્ટ્રી’, હાઈકોર્ટે સરકારને સ્કૂલ ખોલવાનો નિર્દેશ આપ્યો

આ પણ વાંચો : Ceasefire Violation : તમે ઘણી વખત સાંભળ્યું હશે કે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે તે શું છે?

 

Published on: Feb 11, 2022 12:02 PM
g clip-path="url(#clip0_868_265)">