Kutch: અંજારના મોચી બજારમાં ઝૂંપડાઓમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો, આગ લગાવવામાં આવી હતી, જુઓ Video

|

Mar 18, 2024 | 10:25 AM

કચ્છના અંજારમાં ઝૂંપડામાં આગચંપીની ઘટના સામે આવી છે. 17 માર્ચે મોચી બજારમાં આવેલા ગરીબોના ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જેમાં અનેક લોકો દાઝ્યા હતા, ત્યારે હવે આ આગની ઘટનામાં ઝૂંપડામાં રહેતા 12 મજૂર પરિવારોને જીવતા ફૂંકી મારવાના કારસાનો ખુલાસો થયો છે.

કચ્છના અંજારમાં ઝૂંપડામાં આગચંપીની ઘટના સામે આવી છે. 17 માર્ચે મોચી બજારમાં આવેલા ગરીબોના ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જેમાં અનેક લોકો દાઝ્યા હતા, ત્યારે હવે આ આગની ઘટનામાં ઝૂંપડામાં રહેતા 12 મજૂર પરિવારોને જીવતા ફૂંકી મારવાના કારસાનો ખુલાસો થયો છે.

ઘટના કંઇક એવી છે કે મજૂરી કામનો ઈનકાર કરતા મજૂર અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ મજૂરોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઉશ્કેરાયેલા આરોપીએ આ ઝૂંપડાઓમાં આગ લગાવી હોવાનું સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. 8 ઝૂંપડામાં રહેતા પરિવારની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી અને 12 પરિવારો બેઘર બન્યા હતા. જો કે સદ્દભાગ્યે જાનહાનિ ટળી ગઇ હતી. હાલ પોલીસે આ આગ લગાવનાર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદ મૂજબ અંજારનો રહેવાસી મહમ્મદ રફિક ઉર્ફે બટી હાજી કાસમ કુંભાર તેમની આસપાસ રહેતા લોકોને મજૂરી કામે લઇ જતો હતો, પરંતુ પૈસા આપતો ન હોવાથી મજૂરોએ તેની સાથે કામ કરવા આવવાની ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા રફિકે શનિવારે રાત્રે બોલાચાલી કરી અને ઝૂંપડા સળગાવી જીવતા બાળી નાખવાની ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો- નર્મદા : ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જુઓ વીડિયો

બાદમાં સવારે ઝૂંપડામાં બાળકો સૂતા હતા ત્યારે આગ ચાંપી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અંદર રહેલા પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. વિકરાળ આગથી ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં પણ ધડાકાઓ થયા હતા. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર કાબુ તો મેળવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video