Kutch : ભુજમાં જવાહરનગરમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો
ખેડૂતો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી કંપની યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેતરમાંથી વીજ લાઈન પસાર થવા દેવામાં નહીં આવે. ખેડૂતોનો આરોપ છે કે, યોગ્ય વળતર કે પૂર્વ મંજૂરી વગર કંપનીએ કામ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો સદ્ધર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા
કચ્છના ભુજમાં(Bhuj) જવાહરનગરમાં વીજ લાઈન(Power Line) નાખવા મુદ્દે ખેડૂતોએ(Farmers) વિરોધ નોંધાવ્યો. ખેડૂતો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી કંપની યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેતરમાંથી વીજ લાઈન પસાર થવા દેવામાં નહીં આવે. ખેડૂતોનો આરોપ છે કે, યોગ્ય વળતર કે પૂર્વ મંજૂરી વગર કંપનીએ કામ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો પદ્ધર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ કંપની પર સરપંચ વિરુદ્ધ ખોટા આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હોવાનો પણ દાવો કરાયો છે. આ ફરિયાદ પાછી ખેંચવા પણ ખેડૂતોએ માગણી કરી છે.
આ પણ વાંચો : Kheda : ગરીબ કલ્યાણ મેળો માત્ર કાગળ પર, લાભાર્થીઓને કીટો માટે ખાવા પડે છે ધક્કા
આ પણ વાંચો : સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી
Published on: Feb 26, 2022 08:38 PM