Kutch: અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને ખાણ ખનિજ વિભાગે ફટકાર્યો દંડ- જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2023 | 11:54 PM

Kutch: અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને ખાણખનિજ વિભાગે દંડ ફટકાર્યો છે. ખાણ ખનિજ વિભાગની લીઝમાં શરતભંગ બદલ 20 હજારનો દંડ કરાયો છે.

Kutch: કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને ખાણખનિજ વિભાગે દંડ કર્યો છે. ખાણ ખનિજ વિભાગની લીઝમાં શરત ભંગ બદલ 20 હજારનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના પુત્ર સામે લીઝને લઈને આક્ષેપો થયા છે. ખાણ ખનિજ વિભાગની તપાસનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. જેમા ધારાસભ્યમા પુત્રે અર્જુનસિંહે જાડેજાની બ્લેકટ્રીપ ખનિજની લીઝમાં માપણી કરાઈ હતી. ફરિયાદીની અન્ય રજૂઆત મામલે પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Kutch : ભુજ RTO કચેરીમાં 43 દિવસથી લાઇસન્સ ટેસ્ટ ટ્રેક બંધ, અરજદારોને હાલાકી, જુઓ Video

આપને જણાવી દઈએ કે રાજ્યમાં કચ્છ એવો જિલ્લો છે જે ખાણખનિજ વિભાગને લઈને રાજ્ય સરકારને લાખો રૂપિયાની આવક રળી આપે છે. રાજ્યના કુલ ખનીજમાંથી 75 ટકા ખનીજ કચ્છ જિલ્લામાંથી મળે છે. કચ્છ જિલ્લા હસ્તક સરકારના ખાણ ખનીજ વિભાગને વર્ષે લાખો રૂપિયાની આવક આપતો જિલ્લો હોવા છતા ખનિજની રખેવાળી કરવા માટે માત્ર 25 કર્મચારી છે. પૂર્વ અને પશ્ચિમ એમ સમગ્ર કચ્છ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની મહત્વની કુલ 24 જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે.

Input Credit- Jay Dave- Kutch

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો