ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર ક્ષત્રિયો મક્કમ, જુઓ Video

|

Apr 16, 2024 | 8:44 AM

પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે છેલ્લા 22-23 દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત આંદોલન કરી રહ્યુ છે.આ મામલાને શાંત કરવા માટે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી છે.

વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માગણી નામંજૂર

ગાંધીનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ રહી છે. સમાધાનની ચર્ચા છતા બેઠકમાં ઉકેલ આવ્યો નથી. ક્ષત્રિય આગેવાનો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ જોવા મળ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.જો કે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્ષત્રિયો હાજર જ રહ્યા ન હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર હતા.જો કે વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર થઇ છે.

Next Video