Rajkot Video : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન, DCP કક્ષાના અધિકારી સહિત 250 પોલીસ જવાન રહેશે તૈનાત

|

Apr 13, 2024 | 3:24 PM

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે. ત્યારે પરશોત્તમ રુપાલાની ટિકીટ રદ ન થતા ક્ષત્રિય સમાજ આવતીકાલે મોટું સંમેલનનું આયોજન કર્યુ છે. રાજકોટના રતનપર ખાતે રવિવારે સાંજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે. ત્યારે પરશોત્તમ રુપાલાની ટિકીટ રદ ન થતા ક્ષત્રિય સમાજે આવતીકાલે મોટું સંમેલનનું આયોજન કર્યુ છે. રાજકોટના રતનપર ખાતે રવિવારે સાંજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો આ મહાસંમેલનમાં હાજરી આપશે.

તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલનમાં DCP કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં 250 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. ક્ષત્રિય સમાજની કોર કમિટીએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

બીજી તરફ પરશોત્તમ રુપાલાની લોકસભાની બેઠકનું ઉમેદવારી ફોર્મ 16 તારીખના રોજ ભરવાના છે. પરશોત્તમ રુપાલા પહેલા સભા યોજશે. ત્યાર બાદ તેઓ ફોર્મ ભરવા જાય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:18 pm, Sat, 13 April 24

Next Video