કૃષ્ણ જન્મોત્સવની (Krishna Janmashtami) રાજ્યભરના મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી. રાતના 12 વાગતાની સાથે જ ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઈ. તો ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી છે. લોકો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ના ગગનભેદી નાદ સાથે કૃષ્ણમય બન્યા છે. જય રણછોડ માખણ ચોરના ભાવ સાથે કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરમાં ઉજવણી.
આ પણ વાંચો Krishna Janmashtami : ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, જુઓ Video
રાજ્યના દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી. મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં જોડાયા છે. જન્માષ્ટમી પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ. તો ભક્તો જય રણછોડ માખણ ચોરના ભાવ સાથે કૃષ્ણમય બન્યા. ડાકોરમાં રાતે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરવામાં આવ્યું. તો તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું અને ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.
Published On - 12:36 am, Fri, 8 September 23