Krishna Janmashtami : ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, જુઓ Video
રાતે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરાશે. તો તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવવામાં આવશે. ભક્તોને અગવડ ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર આવતીકાલે સવારે 4 કલાક સુધી દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે. તો સવારથી અત્યાર સુધી 50 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
Kheda : દ્વારકા બાદ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) જન્માષ્ટમી પર્વના રંગમાં રંગાયું છે. ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ‘જય રણછોડ માખણચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નાદ સાથે લોકો ભક્તિમય માહોલમાં રણછોડ રાયના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે.
રાતે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરાશે. તો તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવવામાં આવશે. ભક્તોને અગવડ ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર આવતીકાલે સવારે 4 કલાક સુધી દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે. તો સવારથી અત્યાર સુધી 50 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવી રહી છે. કાળિયા ઠાકરને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રણછોડરાયજીને રાત્રે સોના-ચાંદીના પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન