Janmashtami 2023 : દ્વારકામાં 'જય રણછોડ, માખણચોર'ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, જુઓ Video

Janmashtami 2023 : દ્વારકામાં ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, જુઓ Video

Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 07, 2023 | 11:51 PM

કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણોનો શણગાર કરાયો છે. રાજ્ય જ નહીં દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓએ ઉમટી પડ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તો ગુજરાતના જાણીતા કલાકારો લોક ડાયરો, લોક સંગીત તથા ભક્તિ સંગીતની રમઝટ બોલાવશે.

Dwarka : જન્માષ્ટમી (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું હતું.

આ પણ વાંચો દ્વારકાના જગતમંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણોનો શણગાર કરાયો છે. રાજ્ય જ નહીં દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓએ ઉમટી પડ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તો ગુજરાતના જાણીતા કલાકારો લોક ડાયરો, લોક સંગીત તથા ભક્તિ સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે. જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કર

Published on: Sep 07, 2023 11:12 PM
g clip-path="url(#clip0_868_265)">