આજનું હવામાન : રથયાત્રા દરમિયાન અમદાવાદમાં પડશે વરસાદ ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : રથયાત્રા દરમિયાન અમદાવાદમાં પડશે વરસાદ ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી, જુઓ Video

| Updated on: Jun 27, 2025 | 6:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. વીજળીના ચમકારા અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો લાલ રંગની વીજળી થશે તો ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો