Vadodara: સ્વામિનારાયણ સોખડા હરિધામમાં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો

Vadodara: સ્વામિનારાયણ સોખડા હરિધામમાં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થઇ રહ્યો છે. સોખડાની ગાદીને લઈને કાર્યક્રમમાં વિવાદ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 3:51 PM

સ્વામિનારાયણ સોખડા હરિધામમાં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થઇ રહ્યો છે. સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં વિવાદ જોવા મળ્યો હતો. હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હરિભક્તોએ મોડી રાત સુધી સ્વામિનારાયણની ધૂન બોલાવી કર્યો વિરોધ કર્યો. જો કે આજે સાંજે 4 કલાકે ફરી કાર્યક્રમ યોજાવાનો છે.

માહિતી પ્રમાણે કાર્યકર્મમાં ફરી બંને જૂથ ફરી આમને-સામને આવે તેવી શક્યતા જણાઈ રહી છે. સંસ્થાના સ્થાપક હરિપ્રસાદ સ્વામીએ અક્ષરવાસ પહેલા બે સંતોને જવાબદારી સોંપી હતી. એ મુજબ પ્રેમસ્વરૂપદાસ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને જવાબદારી સોંપેલી છે. પ્રબોધ સ્વામીના જૂથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીના ગાદી પર આરૂઢ થવાનો વિરોધ કર્યો છે. તેમજ પ્રબોધ સ્વામીની ગાદીપતિ તરીકે નિમણૂક કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: NFSU ખાતે સ્કૂલ ઓફ લૉનું ઉદ્ઘાટન, કિરણ રિજિજુએ PM મોદી CM હતા એને લઈને કહી આ વાત

આ પણ વાંચો: ધોરાજીની ‘ખાડાયાત્રા’: ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષના આક્ષેપો અને શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત!

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">