ગુજરાતમાં પણ થઈ રહ્યું છે ઓમિક્રોનના જીનોમ સિક્વન્સની કીટનું પરીક્ષણ

|

Dec 14, 2021 | 9:43 PM

રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઓમિક્રોનના નવા જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે.

દેશભરમાં કોરોનાના(Corona)  નવા વેરીએન્ટ ઓમિક્રોનના(Omicron) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે . તેમજ ગુજરાતમાં(Gujarat)  પણ અત્યાર સુધી કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના ચાર કેસની સત્તાવાર રીતે પૃષ્ટી થઈ છે. જો કે કોરોના નવા વેરીએન્ટની ઓળખ માટે તેના જીનોમ સિક્વન્સની તપાસ કરવી પડે છે. જો તે માટેની પ્રક્રિયા લાંબો સમય માંગી લે છે.

જો કે આ દરમ્યાન ગુજરાતમાં પણ જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે.

આ અંગે રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઓમિક્રોનના નવા જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે. આ કીટથી કીટથી માત્ર 6 કલાકમાં જીનોમ સિક્વન્સનું પરિણામ મળી શકશે.

જો માન્યતા મળશે તો આ કીટનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, ICMR તરફથી પણ થયું છે એક સંશોધન થયું છે જેમાં બે કલાકમાં જીનોમ સિક્વન્સનું પરિણામ મળે છે.

આ પણ વાંચો : વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત

Next Video