કિશન ભરવાડ હત્યા કેસઃ દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે

|

Jan 31, 2022 | 11:20 AM

જમાલપુરના મૌલવી સાથે કમરગની ઉસ્માનીના સંપર્કની પણ તપાસ કરાશે. આ ઉપરાંત કમરગની ઉસ્માની શાર્પ શૂટરને મળ્યો હતો કે કેમ તે અંગેની તપાસ થશે. દિલ્લીના મૌલાનાની મુંબઈ અને જમાલપુરમાં થયેલી મુલાકાતના પુરાવા એકઠા કરાશે.

ધંધુકા (Dhandhuka)ના કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case)માં ગુજરાત ATSની ટીમે દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માની (Maulana Kamargani Usmani)ની ધરપકડ કરી છે. દિલ્લીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીને બાય રોડ અમદાવાદ લવાયો છે. મૌલાના કમરગની ઉસ્માનીને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે.

કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કિશનની હત્યાના ષડયંત્રમાં અત્યાર સુધીમાં બે મૌલવી ઝડપાયા છે. જો કે ATSના મતે વધુ કેટલાક મૌલવીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. ગુજરાત ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું કે ઝડપાયેલા બંને મૌલાના ભડકાઉ ભાષણો આપી યુવાનોને કટ્ટરતા તરફ દોરી જતા હતા.

દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ જ શાર્પ શૂટર શબ્બીરને હત્યા કરવા ઉશ્કેર્યો હતો. કિશન ભરવાડ ઉપરાંત પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું પણ મૌલવીએ ષડયંત્ર રચ્યું હતું. આ માટે મૌલવી અને શબ્બીર પોરબંદર પણ ગયા હતા.

જમાલપુરના મૌલવી સાથે કમરગની ઉસ્માનીના સંપર્કની પણ તપાસ કરાશે. આ ઉપરાંત કમરગની ઉસ્માની શાર્પ શૂટરને મળ્યો હતો કે કેમ તે અંગેની તપાસ થશે. દિલ્લીના મૌલાનાની મુંબઈ અને જમાલપુરમાં થયેલી મુલાકાતના પુરાવા એકઠા કરાશે. ગુજરાત ATSની ટીમ સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તે અંગેની પણ તપાસ કરી રહ્યુ છે. કિશન ભરવાડ પર ફાયરિંગ કરનાર શબ્બીરે યુ-ટ્યુબ પર ત્રણ પાકિસ્તાની મૌલાનાના ભડકાઉ ભાષણો જોયા હતા. જેમાં અબ્દુલ રાઝા મુસ્તકાઈ, અજમલ રાઝા કાદરી અને કલીમ હુસૈન રીઝવીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-કુવાડવામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર ‘સોપારી ચોર’ ઝડપાયા, જાણો કોણ છે આ સોપારી ચોર

આ પણ વાંચો- સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માગ

Next Video