Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

|

Feb 15, 2022 | 7:47 AM

25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો, પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો.

અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા (Dhandhuka)ના કિશન ભરવાડ હત્યા કેસ(Kishan Bharwad murder case)માં વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપી મૌલાના અયૂબ, શબ્બીર ચોપરા અને ઇમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ પૂરા થતા ATSએ કોર્ટમાં રજૂ કર્યા હતા. દરમિયાન ATSએ રિમાન્ડ ન માગતા આ ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપરા અને ઇમ્તિયાઝ પઠાણે સાથે મળીને કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. તો મૌલાના અયૂબે આરોપીઓ સાથે બેઠક કરી હતી. હત્યામાં આરોપીઓની મોટી ભૂમિકાને લઇને તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તો બીજી તરફ આરોપી મૌલવી કમરગની અત્યારે પોલીસ રિમાન્ડમાં છે. સ્પેશિયલ કોર્ટે 16 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીના તેના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરકારી વકીલની કોર્ટમાં દલીલ હતી કે આરોપી કમરગનીની સંસ્થા TFI દ્વારા કિશન ભરવાડ જેની ટિપ્પણી કરનારા 1500 લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ કયા આધારે બનાવાયું. કોના કોના નામનો લિસ્ટમાં ઉલ્લેખ છે એ બાબતે તપાસ બાકી હતી.TFIના 6થી 7 વ્યક્તિઓએ અગાઉ રાજીનામાં આપ્યા છે એ કયા કારણથી રાજીનામાં આપ્યા તેની પણ તપાસ બાકી હોવાથી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે બચાવ પક્ષ દ્વારા દલિલ કરાતા કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ સાથે મૌલાના કમરગની ઉસ્માનીના સંગઠનની બેંકની માહિતી પણ સામે આવી છે. જેમાં ખુલાસો થયો છે કે TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા છે.ત્યારે રૂપિયા 11 લાખમાંથી રૂપિયા 9 લાખનો અકાઉન્ટમાંથી ખર્ચ કરાયો છે. મૌલાના કમરગનીના પર્સલનલ અકાઉન્ટની માહિતી હજૂ સુધી સામે આવી નથી. ત્યારે આ મામલે પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવી શકે છે.

શું છે સમગ્ર કેસ?

25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો, પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. કિશને એક ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ હતો. ફેસબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો-

JUNAGADH : ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય તેવી ઉઠી માગ, ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો

આ પણ વાંચો-

રાજ્યમાં ગુરુવારથી શરૂ થશે આંગણવાડી અને પ્રિ સ્કૂલો, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

Next Video