કચ્છ : અંજારમાં ટીમ્બર વેપારીના પુત્રનું અપહરણ, સવા કરોડ રૂપિયાની માગી ખંડણી
આરોપીઓએ પરિવારને અજાણ્યા નંબરથી ફોન કરીને સવા કરોડ રૂપિયાની માંગ કરી હતી. અપહરણ થયાની જાણ થતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે CCTV અને જે નંબરથી ફોન આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ જ વધુ ખુલાસો સામે આવશે.
કચ્છના અંજારમાં ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. પુત્ર કોલેજ જવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પરત ન ફર્યો હતો. જે બાદ વેપારીને અજાણ્યા શખ્સોએ ખંડણી માટે ફોન કર્યો હતો. ત્યારે અપહરણ થયાની જાણ થતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો કચ્છ: ભુજમાં RSSની ત્રિ-દિવસીય બેઠક સંપન્ન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કરાઈ ચર્ચા
અપહ્યત યુવકનું નામ યશ સંજીવકુમાર તોમર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પરિવારને અજાણ્યા નંબરથી ફોન કરીને સવા કરોડ રૂપિયાની માંગ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે CCTV અને જે નંબરથી ફોન આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ જ વધુ ખુલાસો સામે આવશે.
(With Input : Jay Dave)
