Ahmedabad : નિકોલમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું થયુ અપહરણ, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

Ahmedabad : નિકોલમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું થયુ અપહરણ, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 9:16 AM

યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ હતા. જેથી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. મૂળ અરવલ્લીના અને અમદાવાદના નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે પોતાના ગામની જ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની ઘટના સામે આવી હતી. યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ હતા. જેથી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. મૂળ અરવલ્લીના અને અમદાવાદના નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે પોતાના ગામની જ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવક-યુવતીએ રાજીખુશીથી 9 ડિસેમ્બર 2022ના રોજ કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા.

નિકોલમાં બની યુવતીના અપહરણની ઘટના

પ્રેમલગ્ન બાદ યુવક-યુવતી નિકોલમાં સાથે રહેતા હતા. આ બંનેના લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા. જેથી યુવતીના પિતા સહિત કેટલાક શખ્સો 20 જાન્યુઆરી 2023ના રોજ નિકોલમાં જ્યાં યુવક-યુવતી રહેતા હતા ત્યાં પહોંચ્યા હતા અને યુવકને માર મારી યુવતીનું અપહરણ કર્યું હતું. અપહરણની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ અંગે યુવકે સરદારનગર પોલીસ મથકમાં પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.

Published on: Jan 22, 2023 08:12 AM
g clip-path="url(#clip0_868_265)">