Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ, 12 દિવસની સારવારના અંતે મોત નીપજ્યું, જુઓ Video

|

Sep 24, 2024 | 2:43 PM

સુરત શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણી સમજીને ડીઝલ પી ગઇ હતી. જે બાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 12 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે.

સુરત શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણી સમજીને ડીઝલ પી ગઇ હતી. જે બાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 12 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના વરાછા ભવાની સર્કલ પાસે ખાલિક શેખ પરિવાર સાથે રહે છે અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને દીકરી હતી. તેઓની દોઢ વર્ષની દીકરી ઘર પાસે રમતા રમતા ડીઝલ પી ગયી હતી, બીજી તરફ બનાવની જાણ થતા તેને તાત્કાલિક ખાનગી અને બાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં 12 દિવસની સારવારના અંતે બાળકીનું મોત નીપજ્યું છે.

બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીની ઉમર દોઢ વર્ષની હતી તે રમતી હતી અને રમતા રમતા તે પાણીની બોટલની અંદર ડીઝલ હતું. તે પાણી સમજીને પી ગયી હતી. જેથી તેને અડધા કલાકમાં પહેલા પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયા હતા અને બાદમાં ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અહી 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી અને આજે તેનું મોત થયું હતું. હું લોકોને અપીલ કરું છું કે મારા જેવી ભૂલ ના થાય અને લોકો પોતાના બાળકોનું ધ્યાન રાખે.

Next Video